TV9 Education Expo : વડોદરા અને રાજકોટમાં એજ્યુકેશન એક્સ્પોનો પ્રારંભ, વાલીઓ અને વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે એક્સ્પોની મુલાકાત

|

May 13, 2023 | 2:51 PM

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને કરિયર (Career) પસંદગીમાં ખુબ મૂંઝવણ થતી હોય છે. ખાસ કરીને યૂનિવર્સિટીની પસંદગી કઈ રીતે કરવી, કઈ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવો. વિદ્યાર્થીઓની આ મૂંઝવણ દૂર કરવા TV9 એ આયોજન કર્યું છે.

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને કરિયર પસંદગીમાં ખુબ મૂંઝવણ થતી હોય છે. ખાસ કરીને યૂનિવર્સિટીની પસંદગી કઈ રીતે કરવી, કઈ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવો. વિદ્યાર્થીઓની આ મૂંઝવણ દૂર કરવા TV9 ને આયોજન કર્યું છે એજ્યુકેશન એક્સ્પોનું. રાજકોટ (Rajkot) અને વડોદરામાં (Vadodara) બે દિવસ માટે TV9 તરફથી એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-CBIએ સમીર વાનખેડે સામે કેસ નોંધ્યો, આર્યન ખાન પાસેથી 25 કરોડ પડાવવાનો આરોપ

રાજકોટમાં નૂતનનગર હોલ ખાતે સાંસદ રામ મોકરિયાના હસ્તે એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકવામાં આવ્યો. તો વડોદરામાં સૂર્યા પેલેસ ખાતે મોટિવેશનલ સ્પિકર જ્ઞાન વત્સલ સ્વામીના હસ્તે એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકવામાં આવ્યો. જ્યાં એજ્યુકેશન એક્સ્પોમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video