Breaking News : ટ્યુશન એક્ટને લઈ અમદાવાદમાં ચર્ચા તેજ, શાળાઓમાં ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધની રજૂઆત

Breaking News : ટ્યુશન એક્ટને લઈ અમદાવાદમાં ચર્ચા તેજ, શાળાઓમાં ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધની રજૂઆત

| Updated on: Aug 20, 2026 | 7:04 PM

અમદાવાદમાં પ્રસ્તાવિત ટ્યુશન એક્ટને લઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને બેઠક યોજી હતી. ફેડરેશને એક વિદ્યાર્થીને પણ ભણાવતા ક્લાસના ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન, શાળા-કોલેજ પરિસરમાં ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ સહિતણી માગણીઑ કરી.

અમદાવાદમાં પ્રસ્તાવિત ટ્યુશન એક્ટને લઈને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ મામલે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સરકાર સમક્ષ કેટલીક મુખ્ય રજૂઆતો કરી છે.

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના કોર કમિટી ચેરમેન દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, એક વિદ્યાર્થીને પણ ભણાવતા ટ્યુશન ક્લાસનું રજિસ્ટ્રેશન ફરજિયાત થવું જોઈએ, અને આ પ્રક્રિયા પેપરલેસ તથા ઓનલાઈન હોવી જોઈએ. આ ઉપરાંત, 16 વર્ષથી નીચેના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની મંજૂરી ન આપવાની પણ માંગ કરવામાં આવી છે. ફેડરેશને શાળાઓ અને કોલેજોના પરિસરમાં ટ્યુશન ક્લાસ ન રાખવા સરકારને રજૂઆત કરી છે.

આ સાથે, ટ્યુશન ક્લાસના કારણે ચાલતી ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે, જેથી આકાશ અને એલન જેવી મોટી સંસ્થાઓ દ્વારા થતી ખોટી એટેન્ડન્સની પ્રવૃત્તિઓ અટકાવી શકાય. ફેડરેશને સ્પષ્ટ કર્યું છે કે જો તેમની આ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે, તો જ તેઓ આવનારા ટ્યુશન એક્ટને આવકારવા કટિબદ્ધ રહેશે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી, LCB PI પણ સસ્પેન્ડ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.