Gujarati Video: બનાસકાંઠાના થરાદમાં ત્રણ તલાકની ઘટના, પરિણીતાએ ત્રીજી પુત્રીને જન્મ આપતા સાસરિયાઓએ તરછોડી

| Edited By: | Updated on: Aug 11, 2023 | 6:54 AM

બનાસકાંઠાના થરાદમાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે. જેમાં પરિણિતાને તલાક આપીને કાઢી મુકવામાં આવી છે. પરિણિતાને ત્રીજી પુત્રીનો જન્મ થતા સાસરિયાઓએ તરછોડી દીધી.

Triple Talaq : બનાસકાંઠાના થરાદમાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે. જેમાં પરિણિતાને તલાક આપીને કાઢી મુકવામાં આવી છે. પરણિતાને ત્રીજી પુત્રીનો જન્મ થતા સાસરિયાઓએ તરછોડી દીધી. મળતી માહિતી અનુસાર દહેજની માગો પૂરી કર્યા બાદ પતિએ તલાક આપ્યા છે. ન્યાયની માગ સાથે પીડિતા પોતાની પુત્રી સાથે SP કચેરી પહોંચી હતી.

આ પણ વાંચો : Banaskantha : બનાસ નદી પર 5 વર્ષ પહેલા બનાવેલો રેલવે બ્રિજ થયો જર્જરીત, બ્રિજ પરથી 20થી વધુ ટ્રેન થાય છે પસાર, જુઓ Video

તો બીજી તરફ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં જ્યાં દિલ્લીથી આવેલ એન્જિનિયર યુવકને ફસાયો અને લૂંટનો શિકાર બનાવ્યો હતો. યુવકે હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે મીરા નામની ટ્રાન્સજેન્ડર મહિલાએ તેનો સંપર્ક કર્યો અને એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલ ખાતે મળવા બોલાવ્યો હતો.

જ્યાં બંનેએ ભેગા મળી દિલ્હીના અમીન નામના યુવક સાથે 9 હજારની લૂંટ ચલાવી, તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું. જે હકીકતની જાણ થતા પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો