Banaskantha: દિયોદરમાં ગૌરક્ષકોએ યુવકની કરી ધોલાઈ, Video વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમા ગૌરક્ષકો દ્વારા એક યુવકની ધુલાઈ કરી દેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે અને 4 લોકો સામે કાર્યવાહી કરી છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમા ગૌરક્ષકો દ્વારા એક યુવકની ધુલાઈ કરી દેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે અને 4 લોકો સામે કાર્યવાહી કરી છે. આગથળા પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગૌરક્ષક યુવાનોએ ટેમ્પામાં 3 ભેંસ લઈને જઈ રહેલા યુવકને ઝડપ્યો હતો અને તેને લાકડીઓ વડે આડેધડ ફટકાર્યો હતો. યુવક બચાવમાં સતત આજીજી કરી રહ્યો હતો અને પોતાનો છોડી દેવા માટે વિનંતી કરી રહ્યો હતો.
જોકે ગૌરક્ષકોએ યુવાનને લાકડીઓના ફટકા મારવાનુ જારી રાખ્યુ હતુ. યુવકને ઢોર માર મારતો હોવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેને લઈ પોલીસ પણ હરકતમાં આવી હતી. જેને માર મારવામાં આવ્યો હતો એ યુવક સેસણ વિસ્તારનો હોવાનુ સામે આવ્યુ હતુ.