Banaskantha : બનાસ નદી પર 5 વર્ષ પહેલા બનાવેલો રેલવે બ્રિજ થયો જર્જરીત, બ્રિજ પરથી 20થી વધુ ટ્રેન થાય છે પસાર, જુઓ Video
બનાસકાંઠામાં બનાસ નદીના પટનો રેલવે બ્રિજ જર્જરીત બનતા રેલવે અધિકારીઓ દોડતા થયા છે. બનાસ નદીનું પાણી ઘટતા પિલ્લરના સળિયા દેખાઈ રહ્યા છે. પુલના પિલર જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા રેલવેનું તંત્ર દોડતું થઈ ગયું હતું.
Banas river : બનાસકાંઠામાં બનાસ નદીના પટનો રેલવે બ્રિજ જર્જરીત બનતા રેલવે અધિકારીઓ દોડતા થયા છે. બનાસ નદીનું પાણી ઘટતા પિલ્લરના સળિયા દેખાઈ રહ્યા છે. પુલના પિલર જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા રેલવેનું તંત્ર દોડતું થઈ ગયું હતું. રેલવેના અધિકારીઓએ બનાસ નદીના પટમાં આવેલ રેલેવે ટ્રેકની તપાસ હાથ ધરી હતી. ઘટનાને લોકોને અવર જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
આ પણ વાંચો : Banaskantha : પાકના નુકસાનીના સરવેને ખેડૂતોએ મજાક ગણાવી, માત્ર ખોટો રિપોર્ટ તૈયાર કરાયાનો કર્યો આક્ષેપ, જુઓ Video
તો બીજી તરફ નવસારીમાં અંબિકા નદી પરના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. બીલીમોરા-અમલસાડ ગામને જોડતા બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. 45 વર્ષ જૂના આ બ્રિજના માળખાના રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રિજ નબળો થયો હોવાથી હાલ ભારે વાહનની અવર-જવર સુરક્ષિત નથી. આ બ્રિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતી કડીરૂપ હતો. ત્યારે અહીં ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકાતા વાહનચાલકો 22 કિમી વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો