Pahalgam Terrorist Attack : આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 23, 2025 | 2:35 PM

પહેલગામ આતંકી હુમલાના મૃતકોને અમદાવાદમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મણીનગરના મણિકર્ણિકેશ્વર મહાદેવના મંદિરમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્થાનિકોએ મંદિરમાં પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આતંકવાદી હુમલામાં 26 જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 26 મૃતકોમાંથી 3 મૃતકો ગુજરાતના હતા. જેમાંથી ભાવનગરના 2 મૃતકો એક જ પરિવારના હતા. ત્યારે એક સુરતના યુવાનનું પણ મોત થયું છે.

આતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પુછીને ગોળી મારી હતી. પહેલગામ આતંકી હુમલાના મૃતકોને અમદાવાદમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મણીનગરના મણિકર્ણિકેશ્વર મહાદેવના મંદિરમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્થાનિકોએ મંદિરમાં પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મોરારી બાપુએ મૃતકોના પરિવાર માટે કરી સહાયની જાહેરાત

પહેલગામમાં થયેલ આતંકી હુમલાની મોરારીબાપુએ નિંદા કરી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ આપી છે. ઘાયલો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે. શ્રદ્ધાંજલિ આપતા મોરારીબાપુ ભાવુક થઈ ગયા હતા. મોરારીબાપુએ મૃતકોના પરિવારોને 5 લાખ આપવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના પિતા-પુત્ર મોરારીબાપુની કથા સાંભળવા માટે ગયા હતા. ત્યારે આંતકવાદી હુમલામાં તેમનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે 27 મૃતકોમાં 2 મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 23, 2025 02:28 PM