Gujarat Assembly Election 2022 : દક્ષિણ ગુજરાતની આદિવાસી વોટબેંકને લઈ ભાજપની રણનીતિ,દિગ્ગજ નેતાઓના વલસાડમાં ધામા

|

May 26, 2022 | 12:12 PM

આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ BTP સાથે ગઠબંધન કરી ચુકેલી આમ આદમી પાર્ટી પણ પોતાના સૈનિકો ઉતારવાની છે, ત્યારે હાલ તમામ રાજકીય પક્ષોની નજર આદિવાસી વોટ બેંક પર છે.

Gujarat Assembly Election 2022 : દક્ષિણ ગુજરાતની આદિવાસી વોટબેંકને લઈ ભાજપની રણનીતિ,દિગ્ગજ નેતાઓના વલસાડમાં ધામા

Follow us on

Valsad : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને BTP બાદ ભાજપ પણ ફરી એકવાર આદિવાસી સમાજને રિઝવવા મેદાને ઉતર્યું છે.વલસાડ જિલ્લાના 2 ધારાસભ્યોએ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) , ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ (BJP Leaders) હાજરી આપશે. મહત્વનું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ BTP સાથે ગઠબંધન કરી ચુકેલી આમ આદમી પાર્ટી પણ પોતાના સૈનિકો ઉતારવાની છે. હાલ તમામ રાજકીય પક્ષોની નજર આદિવાસી વોટ બેંક પર છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાં વધુમાં વધુ સીટો મેળવવા ભાજપ પણ ઝીણવટભર્યા પગલાં લઈ રહી છે.

થોડા સમય પહેલાં ખુદ વડાપ્રધાન મોદી પણ આદિવાસી વિસ્તારમાં (Triabal Area) સભા કરી ચુક્યા છે.તો રાહુલ ગાંધી પણ આ વિસ્તારની મુલાકાત લઈ ચુક્યા છે. જો કે, આદિવાસી સમાજ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તે આગામી સમય જ કહેશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

રાજકીય પક્ષોની નજર આદિવાસી વોટ બેંક પર

વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) લઇ ભાજપે તૈયારી આટોપી દીધી છે. જયપુરમાં ચિંતન શિબિર (BJP Chintan Shivir )અને કમલમમાં મહામંથન કર્યા બાદ આગામી ચૂંટણીને પગલે નેતાઓને ટાસ્ક આપવામાં આવ્યો છે. ભાજપ હવે OBC, SC અને ST પર ફોકસ વધારશે. ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ અને ખેડૂતો (Farmer) સાથે સીધો સંવાદ કરવા માટે કહેવામાં આવ્યુ છે. હાલ ભાજપે શહેરી અને સામાન્ય મતદારો તો ભાજપ તરફ જ હોવાનો દાવો કર્યો છે. હવે અન્ય વર્ગના મતદારો આકર્ષવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ક્લસ્ટર (Cluster) મુજબ બેઠકોનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી છે.તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે ફોકસ રાખવા સૂચના આપવામાં આવી છે.

Published On - 11:53 am, Thu, 26 May 22

Next Article