RMC દ્વારા બાકી વેરાની કડક વસૂલાત સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ, મોચીબજારમાં દુકાનોને સીલ મરાતા હોબાળો – જુઓ Video

RMC દ્વારા બાકી વેરાની કડક વસૂલાત સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ, મોચીબજારમાં દુકાનોને સીલ મરાતા હોબાળો – જુઓ Video

| Edited By: | Updated on: Jan 16, 2026 | 4:40 PM

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા બાકી વેરાની કડક વસૂલાત અને સીલિંગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ભારે રોષ ભભૂક્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના મોચીબજાર વિસ્તારમાં 5 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો વેરો બાકી હોય તેવી મિલકતો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

મિલકત વેરો બાકી હોવાના કારણે કોર્પોરેશન દ્વારા દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાતા વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વેપારીઓનો આરોપ છે કે, મિલકતની આકારણી (Assessment) અંગે અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવ્યા વગર સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને વેપારીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો