Tapi Rain : તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ, નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:15 AM

તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક છે. ડોલવણ તાલુકાના આંબાપાણી માંથી પસાર થતી પૂર્ણા નદીમાં ભરપૂર આવક છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક છે. ડોલવણ તાલુકાના આંબાપાણીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ભરપૂર આવક છે.

આ પણ વાંચો : Tapi : વ્યારાના શંકર ફળિયામાં ડિમોલિશન કરાતા વિદ્યાર્થીઓને શાળાએ જવા હાલાકી, પ્લેકાર્ડ સાથે કલેક્ટરને કરી રજૂઆત, જુઓ Video

પૂર્ણા નદી બે કાંઠે વહેતા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. તો નવસારીમાં ગત મોડીરાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. એક કલાકના ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે.

સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યમાં રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરતના બારડોલીમાં પણ 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો નવસારીમાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના જલાલપોરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે.

 

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો