ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ, રોજકી ડેમ 80 ટકા ભરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 21, 2023 | 11:29 PM

જેના પગલે ડેમના નીચાણવાળા 11 ગામને તંત્રએ એલર્ટ કર્યા છે. જ્યારે મોટો ખુટવડા, થોરાળા, ગોરસ, લખુપરા ગામ એલર્ટ પર છે. તેમજ તમામ કર્મચારીઓને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.

Bhavnagar : ભાવનગરમાં ધોધમાર વરસાદના કારણે ડેમ, નદી-નાળા પાણીથી છલોછલ થઇ ગયા છે. જેમાં મહુવામાં રોજકી ડેમ 80 ટકા ભરાયો છે. જેના પગલે ડેમના નીચાણવાળા 11 ગામને તંત્રએ એલર્ટ કર્યા છે. જ્યારે મોટો ખુટવડા, થોરાળા, ગોરસ, લખુપરા ગામ એલર્ટ પર છે. તેમજ તમામ કર્મચારીઓને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Rain: ચોમેર પાણી વચ્ચે પોલીસના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ, જીવ જોખમમાં મુકી શ્રમિકોને બચાવ્યા-Video

તો બીજી તરફ જિલ્લાના મહુવામાં દરિયાઇ પટ્ટી પર આવેલો માલણ બંધારો પણ છલકાઇ ગયો છે.ત્રણ દિવસથી સતત ભારે વરસાદના કારણે માલણ બંધારામાં નવા નીર આવ્યા છે. જેથી બંધારો ઉભરાઇ ગયો છે.હવે, 45 ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરતું મીઠું પાણી મળી રહેશે.

તેમજ કૂવા, બોરવેલ, અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.મહુવાના કોસ્ટલ વિસ્તારમાં માલણ બંધારાનું રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદના કારણે આ બંધારો છલોછલ ભરાઇ ગયો છે.