AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain: ચોમેર પાણી વચ્ચે પોલીસના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ, જીવ જોખમમાં મુકી શ્રમિકોને બચાવ્યા-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 9:48 PM
Share

Devbhumi Dwarka Police: પોલીસના જવાનોના સફળ પ્રયાસને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (HM Harsh Sanghvi) એ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પ્રધાને જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી.

 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈ અનેક જિલ્લામાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક લોકો પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ ગયા હતા. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી NDRF ની ટીમો દ્વારા સલામત રીતે ફસાયેલા લોકોને બહાર નિકાળવામાં આવ્યા છે. આ દરમિયાન સ્થાનિક પોલીસના જવાનો પણ દેવદૂત બનીને આવ્યા હોય એવી અનેક તસ્વીરો જોવા મળી છે. પોલીસના જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુકીને ફસાયેલા લોકોને બહાર નિકાળવા માટે પ્રયાસ કર્યા છે. દ્વારકામાં એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ફસાયેલા શ્રમિકોને સલામત રીતે બહાર નિકાળવા માટે પોલીસના જવાનોએ જીવની બાજી લગાવી હતી.

સ્થાનિક પોલીસના જવાનોએ દોરડાની મદદ વડે તમામ શ્રમિકોને બહાર નિકાળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે ભરાયેલા પાણીમાં આ શ્રમિકો ફસાયા હતા. પોલીસના જવાનોના સફળ પ્રયાસને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પ્રધાને જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી.

 

આ પણ વાંચોઃ Sabarkantha: શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઉંડા ખાડા, નવા નિર્માણ થયેલા પુલની હાલત ફરી ભંગાર બની-Video

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 21, 2023 09:48 PM
g clip-path="url(#clip0_868_265)">