ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ, રોજકી ડેમ 80 ટકા ભરાયો, જુઓ Video
જેના પગલે ડેમના નીચાણવાળા 11 ગામને તંત્રએ એલર્ટ કર્યા છે. જ્યારે મોટો ખુટવડા, થોરાળા, ગોરસ, લખુપરા ગામ એલર્ટ પર છે. તેમજ તમામ કર્મચારીઓને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.
Bhavnagar : ભાવનગરમાં ધોધમાર વરસાદના કારણે ડેમ, નદી-નાળા પાણીથી છલોછલ થઇ ગયા છે. જેમાં મહુવામાં રોજકી ડેમ 80 ટકા ભરાયો છે. જેના પગલે ડેમના નીચાણવાળા 11 ગામને તંત્રએ એલર્ટ કર્યા છે. જ્યારે મોટો ખુટવડા, થોરાળા, ગોરસ, લખુપરા ગામ એલર્ટ પર છે. તેમજ તમામ કર્મચારીઓને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain: ચોમેર પાણી વચ્ચે પોલીસના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ, જીવ જોખમમાં મુકી શ્રમિકોને બચાવ્યા-Video
તો બીજી તરફ જિલ્લાના મહુવામાં દરિયાઇ પટ્ટી પર આવેલો માલણ બંધારો પણ છલકાઇ ગયો છે.ત્રણ દિવસથી સતત ભારે વરસાદના કારણે માલણ બંધારામાં નવા નીર આવ્યા છે. જેથી બંધારો ઉભરાઇ ગયો છે.હવે, 45 ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરતું મીઠું પાણી મળી રહેશે.
તેમજ કૂવા, બોરવેલ, અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.મહુવાના કોસ્ટલ વિસ્તારમાં માલણ બંધારાનું રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદના કારણે આ બંધારો છલોછલ ભરાઇ ગયો છે.
સંતના આશીર્વાદથી મળશે માનસિક શાંતિ અને બીમારીઓમાંથી મળશે કાયમી છુટકારો
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
