હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા ફરી એક વાર ગુજરાતને ધમરોળી શકે છે. આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
આજે નવસારી, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલી સહિતની જગ્યાએ ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાય તેવી શક્યતા છે.