આજનું હવામાન : નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ, સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમારની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ તો 27 થી 30 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ તો 27 થી 30 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી સહિત વલસાડમાં વરસાદનું એલર્ટ અપાયું છે. તો 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ 28 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આહવા, ડાંગ, વલસાડમાં અતિભારેના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઈ છે. કેટલાંક વિસ્તારોમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકે તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

