AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli : યુક્રેન અભ્યાસ માટે ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

Amreli : યુક્રેન અભ્યાસ માટે ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:53 PM
Share

યુક્રેનમાં જ ફસાયેલા અંકલેશ્વરના વિદ્યાર્થીએ પણ સરકાર સમક્ષ મદદની આજીજી કરી છે..આ સ્થિતિમાંથી બહાર કાઢવા વિદ્યાર્થીઓ ભારત સરકારને વારંવાર અપીલ કરી રહ્યા છે.દાહોદના લીમડીનો સહર્ષ પટેલ યુદ્ધ વચ્ચે યુક્રેનના સુમી શહેરમાં ફસાયો છે..સુમી સીટીમાં બોમ્બ ધડાકા અને સતત ફાયરીંગ વચ્ચે વિદ્યાર્થીઓ જેમતેમ દિવસ પસાર કરી રહ્યા છે.

ગુજરાતના અમરેલી જિલ્લાના 21 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓની રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા અંતર્ગત વતન વાપસી થઇ છે. યુક્રેનથી પરત ફરેલ સાવરકુંડલાના ઋત્વિક ડોબરીએ સરકારનો આભાર માન્યો છે. ઋત્વિકે જણાવ્યું છે યુક્રેન સેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બોર્ડર ક્રોસ કરતા રોકવામાં આવતા હતા. જો કે સરકારની અસરકારક કામગીરીથી વિદ્યાર્થીઓ અને ભારતીયો પરત ફરી રહ્યાં છે. હાલ ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે.ત્યારે પુત્રની વતન વાપસીમાં મદદ કરનાર તમામનો પરિવારે આભાર માન્યો છે.

અંકલેશ્વરના વિદ્યાર્થીએ પણ સરકાર સમક્ષ મદદની આજીજી કરી

આ તરફ યુક્રેનમાં જ ફસાયેલા અંકલેશ્વરના વિદ્યાર્થીએ પણ સરકાર સમક્ષ મદદની આજીજી કરી છે.આ સ્થિતિમાંથી બહાર કાઢવા વિદ્યાર્થીઓ ભારત સરકારને વારંવાર અપીલ કરી રહ્યા છે.દાહોદના લીમડીનો સહર્ષ પટેલ યુદ્ધ વચ્ચે યુક્રેનના સુમી શહેરમાં ફસાયો છે..સુમી સીટીમાં બોમ્બ ધડાકા અને સતત ફાયરીંગ વચ્ચે વિદ્યાર્થીઓ જેમતેમ દિવસ પસાર કરી રહ્યા છે..ત્યારે પોતાના દીકરાને હેમખેમ પરત લાવવા પરિવારજનોએ સરકારને અપીલ કરી છે.

અમદાવાદના વિદ્યાર્થી શિવમ શર્માના પરિવારની કલેકટર સંદિપ સાંગલેએ મુલાકાત લીધી

આ તો થઈ વિદ્યાર્થીઓ અને પરિવારની વાત. ગુજરાત સરકાર આ વિદ્યાર્થીઓને લાવવા પ્રયાસમાં છે જોકે એ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થી શિવમ શર્માના પરિવારની કલેકટર સંદિપ સાંગલેએ મુલાકાત લીધી.તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે.શિવમ શર્માને પણ સુરક્ષિત રીતે જલ્દી ભારત પરત લેવાશે. તેમના આશ્વાસન બાદ પરિવારને રાહત થઈ છે.

આ પણ વાંચો : PM Modi એ વડનગરની જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેનો હેરિટેજમાં સમાવેશ, બનશે પ્રેરણા કેન્દ્ર 

આ પણ વાંચો : GANDHINAGAR : વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ, ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો

g clip-path="url(#clip0_868_265)">