Surat: માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા, જુઓ Video

Surat: માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 20, 2023 | 5:47 PM

પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી જેને બચાવવા માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા હતા. જોકે શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળ્યો.

સુરતના માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો નહેરમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. પાણીમાં ડૂબવાની ઘટનામાં માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં તણાયા છે. મહત્વનું છે કે તમામનું પાણીમાં ડૂબી જવાના કારણે માતાનું મોત નીપજયું છે. પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી હતી. જોકે માતાને બચાવવા કૂદેલા પુત્ર અને પુત્રવધુ પણ નહેરના પાણીમાં તણાયા હતા. ઘર કંકાસમાં પરિવારના ઝઘડામાં માતાને માઠું લાગી આવતા આ પગલું લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો : 2000ની નોટ બંધ, માર્કેટમાં બદલાયો પેમેન્ટનો માહોલ, ખેડૂતો 500ની નોટ આપવા કરી રહ્યા છે આગ્રહ, જુઓ Video

માતાએ નહેરમાં છલાંગ લગાવતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેને લઈ તાત્કાલિક ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી. ડૂબેલી માતાની શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ નહેરમાં માતાને બચાવવા પડેલા પુત્ર અને પુત્ર વધુ પણ પાણીમાં ડૂબ્યા હતા, જોકે હાલ સુધી પુત્ર અને પુત્રવધુની કોઈ ભાળ મળી નથી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો