Gir Somnath : વેરાવળ પંથકમાં વીજ કરંટ લાગતા 3 યુવકના કમકમાટી ભર્યા મોત, પરિવારમાં શોકનો માહોલ, જુઓ Video
ગીર સોમનાથના વેરાવળ પંથકમાં એક દુર્ઘટના સામે આવી છે. વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત નિપજ્યા છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી.
ગીર સોમનાથના વેરાવળ પંથકમાં એક દુર્ઘટના સામે આવી છે. વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત નિપજ્યા છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વરસાદના સમયે જનરેટર નજીક જતા વીજ કરંટ લાગ્યો હતો.
ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે 3 યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રબારી સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહોને પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
