Video News : કુદરતી નહીં મેન મેડ ડિઝાસ્ટર, અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની સુચનાઓને ઘોળીને પી ગયા હોવાથી વોટર લોગિંગની સ્થિતિ- થલતેજના રહીશોનો આક્ષેપ
સ્થાનિક રહીશે કહ્યું કે, અમારા બાળકો સવારે સ્કુલે ગયા હતા. પરંતુ જેમ જેમ સમય વિત્યો તેમ તેમ વરસાદી પાણીનો ભરાવો થતો ગયો. આજે ઘરની બહાર નીકળી શકાય તેવી સ્થિતિ નથી. એટલું જ નહીં બાળકોને સ્કુલેથી અન્યોના ઘરે મોકલવાની ફરજ પડી છે. છેલ્લા 7-8 વર્ષથી દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ આ વર્ષે થોડી વધારે કફોડી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વિસ્તાર થલતેજમાં વૈભવી બંગ્લોઝમા વરસાદી પાણી ઘૂસી ગયા છે. આ સ્થિતિ માટે સ્થાનિક રહીશો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જવાબદાર ગણે છે. તેમનુ કહેવું છે કે, આ કુદરતી નહીં પરંતુ માણસ સર્જીત આફત છે. જ્યારે આ વિસ્તારમાં રોડ બનતા હતા તે સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને સુચના આપી હતી. આ સુચનાઓનો અમલ ના થતા, આજે આ સ્થિતિ થલતેજની છે.
સ્થાનિક રહીશે કહ્યું કે, અમારા બાળકો સવારે સ્કુલે ગયા હતા. પરંતુ જેમ જેમ સમય વિત્યો તેમ તેમ વરસાદી પાણીનો ભરાવો થતો ગયો. આજે ઘરની બહાર નીકળી શકાય તેવી સ્થિતિ નથી. એટલું જ નહીં બાળકોને સ્કુલેથી અન્યોના ઘરે મોકલવાની ફરજ પડી છે. છેલ્લા 7-8 વર્ષથી દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ આ વર્ષે થોડી વધારે કફોડી છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી: ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં જળબંબાકારની શક્યતા