ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શાંત પડી પણ અમદાવાદમાં આ બીમારીએ ચિંતા વધારી
ગુજરાતમાં 17 ફેબ્રુઆરીએ 870 નવા કેસ નોંધાયા. જ્યારે કોરોનાથી 13 દર્દીઓનાં મૃત્યુ (Death) થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 262 કેસ સામે આવ્યા. અને 3 દર્દીઓનાં મોત થયા છે.
ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર (third wave of the corona)હવે શાંત પડી રહી છે. કોરોનાના કેસોમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે કોરોનાના કેસ ઘટતા હોવા છતા પણ અમદાવાદ (Ahmedabad)માં કોરોના બાદ થતી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસીસ (Mucormycosis)ની બીમારીએ લોકો સહિત તંત્રની ચિંતા વધારી છે.
કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી વચ્ચે અમદાવાદ શહેરમાં બ્લેક ફંગસે ચિંતા વધારી છે. કારણ કે કોરોનાના કેસમાં તો ઘટાતો થયો છે પરંતુ દિવસે દિવસે મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોજ બે મ્યુકરમાઇકોસીસના દર્દી સામે આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇક્રોસિસના દર્દીઓના ઓપરેશન માટે વેઇટિંગ આવી રહ્યું છે. સિવિલમાં દર્દીઓના ઓપરેશન માટે બેથી છ દિવસનું વેઇટિંગ આવી રહ્યું છે. જેને લઇ ડોક્ટર્સ અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદમાં મ્યુકરમાઇકોસીસના કેસની સંખ્યા વધે તો સિવિલમાં ઓપરેશન થિયેટરની સંખ્યા વધારવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે હાલ સિવિલ હોસ્પિટલમાં એક જ ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે. કોરોનાની બીજી લહેરમાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ હતી. કોરોના બાદ મ્યુકરમાઇકોસીસના કેસ મોટા પ્રમાણમાં વધ્યા હતા અને આ જ રીતે હોસ્પિટલ્સમાં દર્દીઓના ઓપરેશન માટે વેઇટિંગ ચાલતુ હતુ.
મહત્વનું છે કે ગુજરાતમાં 17 ફેબ્રુઆરીએ 870 નવા કેસ નોંધાયા. જ્યારે કોરોનાથી 13 દર્દીઓનાં મૃત્યુ (Death) થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 262 કેસ સામે આવ્યા. અને 3 દર્દીઓનાં મોત થયા છે. તો વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 231 નવા કેસ નોંધાયા.અને 4 દર્દીઓના મૃત્યુ થયા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 44 નવા મામલા સામે આવ્યા અને એક પણ દર્દીનું નિધન થયું નથી. રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 30 નવા કેસ મળ્યા છે. અને રાજકોટમાં 01નું મોત થયું છે. ગાંધીનગરમાં 41 નવા કેસ નોંધાયા છે. જયારે ગાંધીનગર જિલ્લામાં કુલ 3 દર્દીના મોત થયા છે. જ્યારે દાહોદ અને બોટાદમાં એક-એક દર્દીનું મોત થયું છે. આજે જામનગર અને જુનાગઢ -ભાવનગર-સુરતમાં એકપણ મોત થયું નથી.
આ પણ વાંચો-
સંગીતકલા બોર્ડના અધ્યક્ષ તરીકે ફિરોઝ ઇરાનીનું નામ ચર્ચામાં, ફિરોઝ ઇરાનીએ ભાજપના મોવડીમંડળ સાથે કરી મુલાકાત
આ પણ વાંચો-