Jhagadia Gang Rape : 16 વર્ષીય કિશોરી ઉપર 8 નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો, ઝઘડિયા પોલીસે ફરિયાદ દાખલ કરી

બનાવ સંદર્ભે ગુનો દાખલ કરનાર ઝગડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી એચ વસાવાનો સંપર્ક કરવામાં આવતા આરોપીઓની ધરપકડ અને ગુનાની તપાસની દિશા અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

Jhagadia Gang Rape : 16 વર્ષીય કિશોરી ઉપર 8 નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો, ઝઘડિયા પોલીસે ફરિયાદ દાખલ કરી
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:10 AM

ભરૂચ(Bharuch) જિલ્લાના ઝઘડીયા(Jhagadia) તાલુકામાં કિશોરી ઉપર સામુહિક બળાત્કાર(Jhagadia Gang Rape)ની ઘટના સામે આવતા પોલીસ(Bharuch Police) તંત્ર દોડતું થયું છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઇ જવાના બહાને ખેતરોમાં લઇ ગયો હતો જ્યાં 8 શખ્સોએ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયા(Jhagadia) તાલુકાના એક ગામની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ વસાવા નામના શકશે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી આ શક્શને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. 16 ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ બાળકી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને કિશોરી ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ ૭ શખ્સોએ પણ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.

ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ 363 , 366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 શકશો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.

બનાવ સંદર્ભે ગુનો દાખલ કરનાર ઝઘડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી એચ વસાવાનો સંપર્ક કરવામાં આવતા આરોપીઓની ધરપકડ અને ગુનાની તપાસની દિશા અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

સામુહિક બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ

  1. વિશાલ ચંદ્રેશ વસાવા
  2. કમલેશ ચંદ્રેશ વસાવા
  3. કાર્તિક પ્રવીણ વસાવા
  4. મનોજ મુકેશ વસાવા
  5. ભાવિન સુરેશ વસાવા
  6. અક્ષય રાજુ વસાવા
  7. મેહુલ કલ્પેશ પટેલ
  8. શાહિલ શબ્બીર મોગલ

આ પણ વાંચો : અમદાવાદ અને વડોદરા સિવાયના 6 મહાનગરોને કર્ફ્યૂમાંથી રાહત, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

આ પણ વાંચો : રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર : શિક્ષણ મંત્રી

g clip-path="url(#clip0_868_265)">