ગુજરાતમાં આજે કોરોનાના નવા 870 કેસ નોંધાયા, 13ના મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 870 કેસ નોંધાયા, 13ના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:38 PM

ગુજરાતમાં ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોનાના આજે રાજયમાં કુલ 870 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજયમાં કોરોનાને કારણે કુલ 13 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં (Gujarat) કોરોના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં એક દિવસમાં 870 નવા કેસ નોંધાયા. જ્યારે કોરોનાથી 13 દર્દીઓનાં મૃત્યુ (Death) થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 262 કેસ સામે આવ્યા. અને 3 દર્દીઓનાં મોત થયા છે. તો વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 231 નવા કેસ નોંધાયા.અને 4 દર્દીઓના મૃત્યુ થયા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 44 નવા મામલા સામે આવ્યા અને એક પણ દર્દીનું નિધન થયું નથી. રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 30 નવા કેસ મળ્યા છે. અને રાજકોટમાં 01નું મોત થયું છે. ગાંધીનગરમાં 41 નવા કેસ નોંધાયા છે. જયારે ગાંધીનગર જિલ્લામાં કુલ 3 દર્દીના મોત થયા છે. જ્યારે દાહોદ અને બોટાદમાં એક-એક દર્દીનું મોત થયું છે. આજે જામનગર અને જુનાગઢ -ભાવનગર-સુરતમાં એકપણ મોત થયું નથી.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 13 લોકોનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,864 પર પહોંચી ગયો છે..તો એક દિવસમાં 2,221 દર્દી સાજા થયાં છે. અત્યાર સુધીમાં 12 લાખ 204 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટીવ કેસનો આંકડો પણ 10 હજાર નીચે પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં કુલ 8014 એક્ટીવ કેસ છે. જેમાંથી 53 દર્દી વેન્ટીલેટર પર છે અને 7 હજાર 961 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : રાજકોટ : માઉન્ટેડ પોલીસમાં બે દાયકાથી સાથે ફરજ બજાવતી અશ્વ જોડી લત્તા-માધવની પાંચ દિવસના અંતરમાં વિદાય

આ પણ વાંચો : Gir Somnath: વેરાવળના એસટી બસ સ્ટેશનમાંથી 160 જેટલા લોકોના પાકીટ ચોરનાર ગઠિયો 1.18 લાખ રોકડ સાથે ઝડપાયો

Published on: Feb 17, 2022 07:30 PM
g clip-path="url(#clip0_868_265)">