Gujarati Video : કાર કે બાઇક નહીં, મોંઘી સાઇકલ લઇને ચોર થયો રફુચક્કર, ચોરીની ઘટના CCTVમાં કેદ

Gujarati Video : કાર કે બાઇક નહીં, મોંઘી સાઇકલ લઇને ચોર થયો રફુચક્કર, ચોરીની ઘટના CCTVમાં કેદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 2:30 PM

વડોદરાના (Vadodara) રાવપુરા શહેરમાં એક તસ્કર સાઇકલ ચોરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યુ છે. સાઇકલ ચોરીની આ ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ છે.

સામાન્ય રીતે તસ્કરો બાઈક, કાર કે પછી અન્ય મોટા વાહનોની ચોરી કરતા હોય છે. પરંતુ વડોદરાના રાવપુરા શહેરમાં એક તસ્કર સાઇકલ ચોરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યુ છે. સાઇકલ ચોરીની આ ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ છે. આ ઘટના પરથી એવુ જોવા મળી રહ્યુ છે કે હવે સાઈકલો પણ એટલી મોંઘી થઈ ગઈ છે કે ચોરોએ હવે સાઈકલ ચોરવાનું પણ શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચો-Chotaudepur : નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ડેપ્યુટી ઈજનેર ACB ને ચકમો આપી ફરાર, જુઓ Video

ચોર CCTVમાં સાઇકલ લઇ જતો થયો કેદ

વડોદરાના રાવપુરા રોડ પર આવેલા ક્લાસિસમાં ઈન્કવાયરી કરવા ગયેલા વિદ્યાર્થીની સાઈકલ ચોરી થઈ ગઈ છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે ચોર કેવી રીતે સાઈકલની ચોરી કરીને રફૂચક્કર થઈ જાય છે. વિદ્યાર્થી ચોરને શોધવા દોડે છે પરંતુ ત્યાં સુધીમાં ચોર ભાગી ગયો હોય છે. ઘટનાને પગલે વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ CCTVના આધારે ચોરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published on: Apr 12, 2023 02:29 PM
g clip-path="url(#clip0_868_265)">