Navsari: ખુલ્લા પ્લોટમાં પડેલા પ્લાસ્ટિકના ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા વળ્યા, જુઓ Video
જલાલપોરમાં પ્લાસ્ટિકના ઢગલામાં આગ લાગવાની ઘટના બની છે. સ્વામિનારાયણનગર સોસાયટી પાસેનો આ બનાવ છે જેમાંઅજાણ્યા શખ્સે આગ લગાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : તમે જોયું છે કેરીનું સુરક્ષા કવચ ? આ પ્રયોગે ખેડૂતોને કેરીની આવક કરી આપી બમણી
જલાલપોરમાં સ્વામિનારાયણનગર સોસાયટીની આ ઘટના છે. જેમાં ખુલ્લા પ્લોટમાં અજાણ્યા ઇસમો દ્વારા પ્લાસ્ટિક ફેંકવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટિકના ઢગમાં આગ લાગતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
ખુલ્લા પ્લોટમાં રાખેલા પ્લાસ્ટિકના જથ્થામાં કોઈ અજાણ્યા ઈસમે આગ લગાડી હોવાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે. મહત્વનું છે કે પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આસપાસમાં રહેતા લોકોને આ ધુમાડાને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવાઈ હતી. જોકે સમગ્ર પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો હતો.
(વિથ ઈનપુટ : નિલેશ ગામીત)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…