આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેશે વરસાદી માહોલ, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jul 28, 2024 | 8:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની છે.

વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ 1-2 દિવસમાં આવી શકે છે. જેના પગલે આજે અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. તેમજ આગામી 2 દિવસ એટલે કે 29 અને 30 જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ મધ્યગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે.જ્યારે ભાવનગરમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.