સિંહોના ટોળા હોય કદી ! આવુ કહેનારા લોકો એકવાર જાફરાબાદ વિસ્તારના આ દૃશ્યો ખાસ જોઈ લો- મોંમાંથી વાહ બોલ્યા વિના નહીં રહો- જુઓ Video

|

Jun 20, 2024 | 5:04 PM

સિંહોના ટોળા ન હોય એ હવે જુનુ થઈ રહ્યુ છે કારણ કે અમરેલીના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર સિંહ પરિવારોની લટારના જે પ્રમાણે દૃશ્યો જોવા મળે છે તે જોતા તો સિંહોના ઝુંડ જ જોવા મળે છે. આવો જ વધુ એક 12 સિંહોના ઝુંડનો વીડિયો સામે આવ્યો છે.

આપણે સાંભળતા આવ્યા છીએ કે સિંહોના ક્યારેય ટોળા ન હોય પરંતુ  અહીં વીડિયોમાં દૃશ્યો જોઈને તમે પણ બોલી ઉઠશો કે આ તો સિંહોનું ટોળુ… જીહાં સિંહોના ટોળા હોય જો તે તેના ગઢમાં હોય તો. આ જે એક સાથે 12 સિંહોના લટારના દૃશ્યો સામે આવ્યા છે એ પણ સિંહોનું જ્યાં કાયમી રહેઠાણ છે અને સિંહોના ગઢ તરીકે પ્રખ્યાત છે એ અમરેલી જિલ્લાના છે. અમરેલી જિલ્લાના દેવળિયા સફારી પાર્ક અને આસપાસના જંગલોમાં અનેક સિંહો વસવાટ કરે છે. આથી અવારનવાર સિંહ પરિવારોની લટારના દૃશ્યો સામે આવતા રહે છે. હાલ 12 સિંહોના ટોળાના જે દૃશ્યો સામે આવ્યા છે તે જાફરાબાદ બાબરકોટ માઈન્સ વિસ્તારના છે.

જાફરાબાદના બાબરકોટ માઈન્સ વિસ્તારમાં દેખાયા એકસાથે 12 સિંહ

આ વિસ્તારમાં સૌથી વધુ સિંહો વસવાટ કરે છે. સિંહણ, સિંહ, સિંહબાળ સહિતના કુલ 12 સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. ધોળા દિવસે ભાગ્યે જ સિંહોના ઝૂંડના આવા દૃ્શ્યો જોવા મળે છે. જો કે હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી મૌસમની મઝા માણવા માટે સિંહો આમતેમ લટાર મારવા નીકળી પડતા હોય છે. વીડિયોમાં સિંહબાળની મસ્તી પણ જોઈ શકાય છે. એકબીજા સાથે ગમ્મત કરતા સિંહ પરિવારના મનને મોહી લેતા દૃશ્યો સામે આવ્યા છે. જો કે એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહોને જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

Input Credit- Jaydev Kathi- Amreli 

આ પણ વાંચો: સૌપ્રથમ ભારતે દુનિયાને આપ્યા યોગ, 33 કોટી દેવોમાં સૌપ્રથમ આ દેવે કર્યા યોગ, દુનિયાને આપી યોગ અને ધ્યાન વિદ્યા

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:43 pm, Thu, 20 June 24

Next Video