અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ, શહેર સહિત ગ્રામ્યની શાળાઓને પણ મળી ધમકી, જુઓ-VIDEO

|

May 06, 2024 | 3:02 PM

લોકસભા ચૂંટણીના ગુજરાતમાં મતદાન પહેલા દિવસે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દોડતી થઈ છે. ત્યારે આ મામલે હવે મોટું અપડેટ સામે આવી રહ્યું છે

લોકસભા ચૂંટણીના ગુજરાતમાં મતદાન પહેલા દિવસે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દોડતી થઈ છે. ત્યારે આ મામલે હવે મોટું અપડેટ સામે આવી રહ્યું છે ત્યારે અમદાવાદ અને ગ્રામ્યની થઈને કુલ 12 સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી .

શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં મોટું અપડેટ

અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અગાઉ આવી જ રીતે દિલ્હીમાં પણ અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ હવે ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલા શાળાઓને ધમકી મળતા ચકચારી મચી ગઈ છે. તંત્ર આ મામલે સતત તપાસ કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યની 16 સ્કૂલમાં અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે . જો કે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કઇ જ શંકાસ્પદ મળી આવ્યુ નથી.

 12માંથી 11 સ્કૂલમાં પોલિંગ બૂથ

12 અમદાવાદ શહેર અને 4 અમદાવાદ ગ્રામ્યની શાળાને મેઇલ મળ્યા હતા. શહેરની 12માંથી 11 સ્કૂલમાં પોલિંગ બૂથ પણ રાખવામાં આવ્યા છે. તેમજ પીએમ મોદી પણ આવતીકાલે અમદાવાદની જ શાળામાં મતદાન કરવાના છે ત્યારે તમને જણાવી દઈએ કે ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય, DPS બોપલ, ડ્રાઈવઈન રોડની એશિયા સ્કૂલને મળી ધમકી, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને થલતેજની આનંદ નિકેતન સ્કૂલના નામ સામે આવ્યા છે. ધમકી મળનાર સ્કૂલો પર પોલીસે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની ટીમોએ તપાસ કરી રહી છે.

Next Video