લ્યો બોલો…ચોરોએ લસણ પણ ના છોડ્યું! અમદાવાદની વાસણા APMCમાંથી લસણની ચોરી
લસણના ભાવ હાલ છૂટક માર્કેટમાં 400થી 450 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. ત્યારે ચોરોએ પણ ટામેટા અને ડુંગળી બાદ લસણની ચોરી કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ વાસણા APMCમાંથી 2 અજાણ્યા ચોર રિક્ષામાં આવી કુલ 35 હજાર બજાર ભાવના 14 કટ્ટા લસણની ચોરી કરી ફરાર થયા હતા.
ગુજરાતમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે લસણની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શહેરના વાસણા વિસ્તારમાં આવેલ APMCમાં લસણની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો ધોળે દિવસે લસણના 14 કોથળા રિક્ષામાં ભરીને ફરાર થઈ ગયા હતા. વેપારીએ બે અજાણ્યા શખ્સો સામે લસણની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
લસણના ભાવ હાલ છૂટક માર્કેટમાં 400થી 450 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. ત્યારે ચોરોએ પણ ટામેટા અને ડુંગળી બાદ લસણની ચોરી કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ વાસણા APMCમાંથી 2 અજાણ્યા ચોર રિક્ષામાં આવી કુલ 35 હજાર બજાર ભાવના 14 કટ્ટા લસણની ચોરી કરી ફરાર થયા હતા. APMCના વેપારીને હિસાબ કરવા જતાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં અધિકારીઓ સહયોગ ના કરતા અટકી તપાસ
Latest Videos
Latest News