અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં અધિકારીઓ સહયોગ ના કરતા અટકી તપાસ
આ કેસમાં મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW વધુ કાર્યવાહી કરશે. અગાઉ ભોગ બનનારોએ પોસ્ટ વિભાગના વિજિલન્સને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઇ નહોતી.
અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં તપાસ અટકી ગઈ છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ સહયોગ ન કરતા હોવાનું સામે આવ્યું છે. શાસ્ત્રીનગર અને રિજિયોનલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા સહયોગ ના કરાતા તપાસ અટકાવવામાં આવી છે. પોસ્ટના અધિકારીઓ જરૂરી દસ્તાવેજો ન આપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW વધુ કાર્યવાહી કરશે. અગાઉ ભોગ બનનારોએ પોસ્ટ વિભાગના વિજિલન્સને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઇ નહોતી. અગાઉ જ વિજિલન્સે કાર્યવાહી કરી હોત તો કૌભાંડ અટકી શક્યું હોત.
આ પણ વાંચો કણભા ASI હત્યાકાંડમાં DGPની મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓની થશે ખાતાકીય તપાસ
Published on: Feb 04, 2024 11:32 PM
Latest Videos