Live CCTV Video: નવસારીના સાતેમ ગામે જૈન દેરાસરમાં ચોરીનો બનાવ, ભગવાનનો 45 વર્ષ જૂનો મુકુટ અને કુંડળ ગાયબ
નવસારીમાં મોડી રાત્રે સાતેમ ગામે જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની છે. ભગવાનના મુકુટ અને રોકડ મળી લાખોની ચોરી થઈ છે. 45 વર્ષ જૂનો મુકુટ અને કાનના કુંડળ લઇ તસ્કરો ફરાર થયા છે. જોકે નજીકના CCTVમાં 2 અજાણ્યા શખ્સોની હરકત કેદ થઇ છે.
નવસારીમાં ફરી એક વાર તસ્કરો બેફામ બન્યા છે. મોડી રાત્રે સાતેમ ગામે આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની. તસ્કરો જૈન દેરાસરમાંથી 45 વર્ષ જૂનો મુકુટ અને રોકડ સહિત લાખોની ચોરી કરી ગયા. જ્યારે સવારે પૂજારી મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા, તો મંદિરનું તાળું તૂટેલું જોયું.
આ પણ વાંચો : Accident Video: સુરતથી નવસારી હાઈવે પર જઈ રહેલો કન્ટેનર ટ્રક નદીમાં ખાબક્યો, ચાલકનો ચમત્કારીક બચાવ
આ સાથે ભગવાનનો મુકુટ અને કાનના કુંડળ ગાયબ જોતા ચોરીની જાણ થઇ. મોડી રાતના CCTV ફુટેજ સામે આવ્યા છે, જેમાં બે બુકાનીધારી શખ્સોની હરકત કેદ થઇ છે. CCTV ફુટેજમાં જોઇ શકાય છે, 2 બુકાનીધારી શખ્સો મંદિરના પરિસરમાં ઘૂસ્યા, જે બાદ મુકુટ અને કુંડળની ચોરી કરી ગયા. મહત્વનું છે, સમગ્ર ચોરી અંગે મંદિર ટ્રસ્ટ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી. પોલીસે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
