Banaskantha: બે યુવકોને દોરડાથી બાંધીને મહિલા સહિત અન્ય લોકોએ માર્યો માર, વધુ એક તાલિબાની સજાનો Video થયો વાયરલ

| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:43 AM

બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠામાં બે યુવકોને દોરડાથી બાંધીને મહિલા સહિત અન્ય લોકોએ માર માર્યો છે. સરહદી વિસ્તારના વાવના કોઈ ગામનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

Banaskantha : બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠામાં બે યુવકોને દોરડાથી બાંધીને મહિલા સહિત અન્ય લોકોએ માર માર્યો છે. સરહદી વિસ્તારના વાવના કોઈ ગામનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. યુવતીને મેસેજ કરવા મુદ્દે તાલિબાની સજા આપી હોવાની આશંકા કરવામાં આવી છે. પરંતુ વાયરલ વીડિયોની Tv9 પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : Banaskantha : બનાસ નદી પર 5 વર્ષ પહેલા બનાવેલો રેલવે બ્રિજ થયો જર્જરીત, બ્રિજ પરથી 20થી વધુ ટ્રેન થાય છે પસાર, જુઓ Video

તો આ અગાઉ પણ બનાસકાંઠાનો તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો વાવના તિર્થગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. વાદી સમુદાયના બે યુવાનોએ ભિક્ષા માગતા સમયે મહિલાઓના ફોટા પાડ્યા હોવાની શંકાના આધારે સ્થાનિકોએ તેમને પકડ્યા હતા અને તેમના સમાજના આગેવાનોને સોંપ્યા હતા. સમાજના આગેવાનોએ બંને યુવાનોને મહિલાઓના કપડાં પહેરાવી ગળામાં ચપ્પલનો હાર પહેરાવી, માર મારી તાલિબાની સજા આપી હતી.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો