Rajkot: સોખડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે મેદાન અને શૌચાલય સાફ કરાવ્યો હોવાનો Video થયો વાયરલ

|

Oct 15, 2023 | 8:43 AM

રાજકોટના સોખડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે મેદાન અને શૌચાલય સાફ કરાવવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સફાઈ કરતો સરકારી શાળાના વીડિયો વાયરલ થયો છે. આ સફાઈ શાળાના મહિલા આચાર્યા ઉષા ચાવડા કરાવતા હોવાના આરોપ લાગ્યા છે. જો આ વિદ્યાર્થિનીઓ સફાઈ ન કરે તો શૌચાલયને તાળા લગાવવામાં આવે છે.

Rajkot : રાજકોટના સોખડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે મેદાન અને શૌચાલય સાફ કરાવવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સફાઈ કરતો સરકારી શાળાના વીડિયો વાયરલ થયો છે. આ સફાઈ શાળાના મહિલા આચાર્ય ઉષા ચાવડા કરાવતા હોવાના આરોપ લાગ્યા છે.જો આ વિદ્યાર્થિનીઓ સફાઈ ન કરે તો શૌચાલયને તાળા લગાવવામાં આવે છે.

આ પણ વાંચો : Breaking News : Rajkot માં કરોડોનું બોગસ બિલિંગના કૌભાંડનો થયો પર્દાફાશ, આરોપીની કરી ધરપકડ

જેથી ખુલ્લામાં વિદ્યાર્થિની શૌચક્રિયા કરવા મજબૂર બને છે. જ્યારે વિદ્યાર્થિનીઓ ખુલ્લામાં શૌચ કરવા જયા ત્યારે શિક્ષિકાઓ ચારેબાજુ નજર રાખીને પહેરો કરતા હોય છે. વિદ્યાર્થિનીઓ પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવાના બદલે શુક્રવારે શિક્ષણ નિયામક દ્વારા દંડની જોગવાઈ કરતો પરિપત્ર બહાર પાડયો હતો. ત્યારે અહીં સવાલ થાય છે કે આમ ભણશે ગુજરાતની દીકરીઓ?..શું આવી રીતે ભણશે ગુજરાત ?..કયાં છે સફાઈ કર્મચારીઓ ?..વિદ્યાર્થિનીઓ પાસે શૌચાલય અને મેદાન સાફ કરાવવું યોગ્ય? મહિલા આચાર્ય સામે કાર્યવાહી થશે?

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video