દિવાળીના પાવન પર્વે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યુ ચોપડા પૂજન, જુઓ VIDEO

| Edited By: | Updated on: Oct 25, 2022 | 7:35 AM

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ ચોપડા પૂજન કરાયું. મોટી સંખ્યામાં વેપારીઓ ચોપડા પૂજન કરાવવા માટે સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા હતા.

દિવાળીના (Diwali)  પર્વે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરાયું, ત્યારે અમદાવાદના (Ahmedabad) શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ ચોપડા પૂજન કરાયું. મોટી સંખ્યામાં વેપારીઓ ચોપડા પૂજન કરાવવા માટે સ્વામિનારાયણ મંદિરમાં (swaminarayan Mandir) આવ્યા હતા. તેમણે ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં જ ચોપડા પૂજન કરીને નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

દિવાળીના પર્વમાં ચોપડા સહિત લેપટોપનું પણ કરવામાં આવ્યું પૂજન

દિવાળીના (Diwali 2022) પર્વમાં ચોપડા પૂજન કરવામાં આવે છે ત્યારે મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે 6 x 3 ફૂટના વિશાળ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. તો આધુનિક સમયમાં ચોપડાની (Chopda poojan) સાથે સાથે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું. ચોપડા પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા ભારતદેશમાં દિવાળીના દિવસે ચોપડાપૂજન કરાય છે અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ચોપડા પૂજન કરીને પ્રાર્થના કરવામાં આવી હતી કે આખા ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સૌને ભગવાન સુખી કરે.