Banaskantha : પાકના નુકસાનીના સરવેને ખેડૂતોએ મજાક ગણાવી, માત્ર ખોટો રિપોર્ટ તૈયાર કરાયાનો કર્યો આક્ષેપ, જુઓ Video

Banaskantha : પાકના નુકસાનીના સરવેને ખેડૂતોએ મજાક ગણાવી, માત્ર ખોટો રિપોર્ટ તૈયાર કરાયાનો કર્યો આક્ષેપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 1:11 PM

બનાસકાંઠા જિલ્લાના 1237 ગામોમાં 10 જેટલા ધાન્ય પાકો અને બાગાયતી પાકોનું 141 ટીમોએ 12 દિવસમાં સર્વે કર્યું. જેને લઈને ખેડૂતો નારાજ જોવા મળ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેતીવાડી વિભાગ પાસે ગ્રામ સેવકોનું મહેકમ ઓછું છે.

crop damage survey : બિપોરજોય વાવાઝોડાએ બનાસકાંઠામાં સર્વત્ર વિનાશ વેર્યો હતો. જેના પગલે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. જોકે સહાય માટે સરકારના આદેશ બાદ ખેતીવાડી વિભાગે સર્વે શરૂ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 1237 ગામોમાં 10 જેટલા ધાન્ય પાકો અને બાગાયતી પાકોનું 141 ટીમોએ 12 દિવસમાં સર્વે કર્યું. જેને લઈને ખેડૂતો નારાજ જોવા મળ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેતીવાડી વિભાગ પાસે ગ્રામ સેવકોનું મહેકમ ઓછું છે.

આ પણ વાંચો : Banaskantha : દાંતાની ચિખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશામાં ધૂત પહોંચ્યો, Videoમાં જુઓ નશામાં ઝૂલતા શિક્ષકની હાલત

જેથી તલાટી અને બે માણસોએ માત્ર ટેબલ પર રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં અનેક ખેડૂતો બાકી રહી ગયા છે. જ્યારે ખેતીવાડીની 141 ટીમોએ 19 હજારથી વધુ ખેતરોમાં 20થી વધુ પાકોનું સર્વે કર્યો હોવાનું ખેતીવાડી વિભાગે દાવો કર્યો છે. ખેડૂતોનું માનવું છે કે 207ના મહેકમ સામે માત્ર 113 ગ્રામ સેવકો છે. તો 12 દિવસમાં સર્વે કઈ રીતે થઈ શકે છે. ત્યારે ખેડૂતો આ સર્વેને ખોટો ગણાવી અને ફરીથી સર્વેની માગ કરી રહ્યા છે.

ખેડૂતો આ સર્વેને ખોટો ગણાવી અને ફરીથી સર્વેની માગ કરી

તો બીજી તરફ ખેતીવાડી વિભાગનું કહેવું છે કે, જે ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે. તેમનો જ સર્વે કરાયો છે. તેમને સહાય ચૂકવવા પાત્ર ગણવામાં આવ્યા છે. જોકે ખેતીવાડી વિભાગે સ્વીકાર્યું છે કે માત્ર ખેતરમાં ખુલ્લામાં પડેલા પાક નુકસાનનો સર્વે થયો છે. પરંતુ જે ઉભા પાકને નુકસાન થયું હતું. તેનો સર્વે કરવામાં આવ્યો નથી.

આમ ખેડૂતો વર્ષભર હેરાન થયા છે. ત્યારે ખેડૂતોએ સર્વેમાં ગોટાળા થયા હોવાનો અને ખોટો સર્વે કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ખેડૂતોને અન્યાય થયો છે. તેમ કહી શકાય છે. કારણ કે ટેકનિકલ બાબતે પણ 12 દિવસમાં 1200થી વધારે ગામોમાં ચોક્કસ સર્વે ન થઈ શકે. હવે જોવું એ રહ્યું કે બોજ સરકાર પર પડશે કે ખેડૂતો માથે ભાર રહેશે.

બનાસકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">