Banaskantha : બનાસ નદીનો ડાયવર્ઝન રસ્તો પાણીમાં ધોવાતા રેલવે બ્રિજના પાટા પરથી નાગરિકોની જોખમી અવરજવર, જુઓ Video
બનાસકાંઠાના કાંકરેજના શિહોર ખાતે આવેલા ઉંબરી પાસેનો રસ્તો ધોવાઇ જતા ભારે હાલાકી સામે આવી છે.લોકો રેલવે બ્રિજ પરથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે
Banaskantha : બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રસ્તા અને ડાયવર્ઝન ધોવાઇ ગયા છે. ત્યારે કાંકરેજના શિહોર ખાતે આવેલા ઉંબરી પાસેનો રસ્તો ધોવાઇ જતા ભારે હાલાકી સામે આવી છે. દૃશ્યોમાં જોઇ શકાય છે, કે લોકો રેલવે બ્રિજ પરથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે બનાસ નદી પાસે આવેલો ડાયવર્ઝન ધોવાઇ ગયો છે. અને સ્થાનિક લોકોને અવરજવર કરવા માટે અન્ય રસ્તો નથી.
આ પણ વાંચો : Banaskantha : સલેમપુરા વિસ્તારમાં રખડતા ઢોરે બાળક પર કર્યો જીવલેણ હુમલો, Videoમાં CCTV ફૂટેજ જુઓ
ત્યારે મજબૂરીમાં લોકો રેલવે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. બ્રિજ પર જ્યારે રેલ આવી જાય, ત્યારે લોકોએ બાજુના પિલ્લર નીચે સંતાઇને બેસી રહેવું પડે છે. પરંતુ આ પ્રકારની અવરજવરજ જોખમી બની શકે છે. ક્યારેય પણ દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. શિહોરી-પાટણ અવરજવર કરનાર લોકોને પણ હાલાકી પડી રહી છે. તેથી લોકોની માગ છે કે રસ્તો અથવા ડાયવર્ઝન બનાવી આપવામાં આવે જેથી મુશ્કેલીનો હલ થાય. નહીંતર, આ પ્રકારની અવરજવર જોખમી બની શકે છે.
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
