Jamnagar Video : જામનગરમાં ઢોર ડબ્બામાં પશુઓની દયનીય હાલત ! યોગ્ય કાળજી ન લેતા પશુઓની હાલત કફોળી થઈ હોવાનો વિપક્ષે કર્યો આક્ષેપ
જામનગરના ઢોર ડબ્બામાં ઢોર સુરક્ષિત નથી. રણજીત સાગર ડેમ નજીક આવેલા ઢોર ડબ્બામાં રખાતા પશુઓની હાલત દયનીય જોવ મળી છે.આ આક્ષેપ થતાં જ ખળભળાટ મચી ગયો છે.ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા પશુઓમાંથી 10 મહિનામાં જ લગભગ 950થી વધુ પશુઓના મોત થયા છે. વિપક્ષે સરપ્રાઈઝ વિઝીટ લેતાં આ હકીકતને ઉજાગર કરી છે. વિપક્ષના નેતાઓએ એમ પણ કહ્યું કે રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બામાં રાખવામાં તો આવે છે.
Jamnagar : જામનગરના ઢોર ડબ્બામાં ઢોર સુરક્ષિત નથી. રણજીત સાગર ડેમ નજીક આવેલા ઢોર ડબ્બામાં રખાતા પશુઓની હાલત દયનીય જોવ મળી છે.આ આક્ષેપ થતાં જ ખળભળાટ મચી ગયો છે.ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા પશુઓમાંથી 10 મહિનામાં જ લગભગ 950થી વધુ પશુઓના મોત થયા છે. વિપક્ષે સરપ્રાઈઝ વિઝીટ લેતાં આ હકીકતને ઉજાગર કરી છે.
આ પણ વાંચો : Jamanagar: કચ્છમાંથી લુંટ થયેલા જીરૂ ભરેલા ટ્રક સાથે બે આરોપી પકડાયા
વિપક્ષના નેતાઓએ એમ પણ કહ્યું કે રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બામાં રાખવામાં તો આવે છે.પરંતુ, પૂરતી કાળજી ન રાખતા હોવાથી પશુઓની હાલત દયનીય છે.ન તો પશુઓને પૂરતો ખોરાક મળે છે ન તો તેમને ચકાસવા માટે પૂરતો ચિકિત્સક સહિતનો પૂરતો સ્ટાફ છે. આ જ કારણ છે કે યોગ્ય સારવાર અને ખોરાકના અભાવે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે.
વિપક્ષના સભ્યોએ કંઈક આ રીતે હકીકતને ઉજાગર કરી હતી.પશુઓના મોત અંગે વિપક્ષે આપેલા આંકડાઓ પર નજર કરીએ તો આઘાત લાગે એવું છે. રણજીતસાગર ઢોરના ડબ્બામાં જાન્યુઆરીથી ચાલુ મહિના સુધી 986 પશુના મોત થયા છે. ઢોરના ડબ્બામાં દૈનિક સરેરાશ 3 પશુના મોત થાય છે. જાન્યુઆરીમાં 191, ફેબ્રુઆરી 147, માર્ચ મહિનામાં 86, એપ્રિલમાં 47 મે મહિનામાં 97 પશુ, જુનમાં 103, જુલાઈમાં 194, ઓગસ્ટ મહિનામાં 100, સપ્ટેમ્બરમાં 16 અને ઓક્ટોબર મહિનામાં 3 પશુના મોત થયા છે.હાલ, ઢોરના ડબ્બામાં કુલ 467 પશુ છે.