આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત ! હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું યલો એલર્ટ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત ! હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું યલો એલર્ટ, જુઓ Video

| Updated on: Mar 14, 2025 | 7:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી 5 દિવસ હવે ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી 5 દિવસ હવે ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં આજે અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ ભરૂચ, બોટાદ, જુનાગઢ, નર્મદા,તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.