Gujarati VIDEO : ભારે કરી ! ધંધામાં હરીફાઈ અને ઈર્ષાના કારણે એક વેપારીએ જ કરી ચોરી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Gujarati VIDEO : ભારે કરી ! ધંધામાં હરીફાઈ અને ઈર્ષાના કારણે એક વેપારીએ જ કરી ચોરી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

| Edited By: | Updated on: Mar 01, 2023 | 11:55 AM

પ્લાસ્ટિકના સામાનની ચોરી કરી વેપારીએ બંધ દુકાનમાં મુકી ચોરીને અંજામ આપ્યો. હાલ પોલીસે આરોપી વેપારી અને તેના કર્મચારીને ઝડપી પાડ્યો.

છોટાઉદેપુરમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે,પ્લાસ્ટિકના સેલના ધંધામાં હરીફાઈ અને ઈર્ષાના કારણે એક વેપારીએ ચોરી કરી. પોલીસ તપાસમાં દુકાનનો માલ કોમ્પલેક્ષની બહાર ન ગયો હોવાનુ સામે આવ્યુ.

મહત્વનું છે કે FSL ની મદદથી આખી ચોરીનો ભેદ ઉકેલ્યો. પ્લાસ્ટિકના સામાનની ચોરી કરી વેપારીએ બંધ દુકાનમાં મુકી ચોરીને અંજામ આપ્યો. હાલ પોલીસે આરોપી વેપારી અને તેના કર્મચારીને ઝડપી પાડ્યો. તો સાથે જ 91 હજારનો મુદામાલ જપ્ત કર્યો.

પ્લાસ્ટિકના સામાનની ચોરી કરી વેપારીએ….. !

તો આ તરફ ગાંધીનગરના દહેગામ માર્કેટ યાર્ડમાં કરિયાણાની દુકાન ધરાવતાં વેપારીની કારમાંથી ચોરીની ઘટના સામે આવી છે.માહિતી મુજબ ગણતરીની મિનીટોમાં 1.58 લાખની રોકડ તેમજ જરૂરી દસ્તાવેજો સહિતનું પર્સ તસ્કરો ચોરીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ દહેગામ માર્કેટયાર્ડમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી નિત્યક્રમ મુજબ સવારે પોતાના ઘરેથી કાર લઈને નીકળ્યા હતા. ત્યારે તેમણે પોતાની કાર બાલમુકુંદ કોમ્પલેક્ષ પાસે ઉભી રાખી ક્રિષ્ના પાર્લર ઉપર ઊભા રહ્યા હતા.જે દરમિયાન આ ઘટના બની હતી.

Published on: Mar 01, 2023 10:14 AM