રાજકોટની સયાજી હોટલમાં ગરબાની રમઝટથી ભારતીય ટીમનું સ્વાગત કરાયું, જુઓ VIDEO

|

Jan 06, 2023 | 4:37 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચની સિરીઝમાં ત્રીજી અને ફાઈનલ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) સ્ટેડિયમમાં રમાશે.

રાજકોટમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાવાની હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.આંતરરાષ્ટ્રીય મેચને લઈ ભારતની ક્રિકેટ ટીમ રાજકોટ આવી પહોંચી છે.હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ઈશાન કિશન સહિતના ક્રિકેટરો હોટેલ સયાજીમાં રોકાણ કરશે.તો ખંઢેરી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી અને ફાઇનલ મેચનો બરાબરીનો જંગ જામશે.જેને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ત્રીજી અને અંતિમ ટી20 મેચ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં રમાશે.

 

400થી વધુ પોલીસ જવાનો તૈનાત

પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 5 DySP સહિત 400થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત રહેશે.પ્રતિબંધિત ચીજવસ્તુઓને સ્ટેડિયમમાં લઇ જવા દેવામાં આવશે નહીં.ત્રણ લહેરમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.પોલીસની એક ટીમ સતત પેટ્રોલિંગ કરશે.માધાપર ચોકડી ખાતે બ્રિજનું કામ ચાલતું હોવાથી ભારે વાહનો માટે ડાયવર્ઝન રાખવામાં આવશે.રાજકોટના-જામનગર રોડ પર આવેલા SCA સ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાવાની છે.

સ્ટેડિયમમાં 25 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે, સાંજના 7 વાગ્યાથી મેચ શરૂ થશે, ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સિરીઝ બાદ ઓડીઆઈ સિરીઝ રમાશે. તે શેડ્યુલ કાંઈ આવી રીતે છે

ત્રીજી ટી20 મેચ ગુજરાતના રંગીલા શહેરમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝની શરુઆત થઈ છે. આ ટી20 સીરીઝમાં પ્રથમ ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં 2 રનથી રોમાંચક જીત મેળવીને ભારતની ટીમ 1-0થી સીરીઝમાં લીડ મેળવી હતી. બીજી ટી20 મેચ પૂણેમાં રમાઈ રહી છે. જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં રમાશે.

 ટી-20 મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ

ભારતીય ટીમને ભોજનમાં ખાસ કાઠિયાવાડી મેનુ રાખવામાં આવ્યું છે. જેમાં અડદિયા, લાઈવ મૈસૂર, રિંગણનો ઓળો, રોટલો, દહીં તિખારી જેવી વાનગીઓ પીરસવામાં આવશે. મહત્વનું છે કે ટી-20 મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. ખંઢેરી સ્ટેડિયમ 30 હજારથી વધારે પ્રેક્ષકોથી હાઉસફૂલ રહેશે.  ગરબાથી ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.ટીમોના આગમનથી રાજકોટ થનગની રહ્યું છે.

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

Next Video