અમદાવાદમાં વધતા અકસ્માતો અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા તો ટ્રાફિક સમસ્યા મુદ્દે પણ કાઢી ઝાટકણી

અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોની ઘટના પર હાઈકોર્ટના ચીફ જસ્ટીસે પણ આજે ચિંતા વ્યક્ત કરી. બીજી તરફ પાંજરાપોળથી IIM સુધી બની રહેલો ઓવરબ્રિજ પણ વૃક્ષ કપાતના મુદ્દા વિવાદમાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટે ટકોર કરીશહેરમાં ગ્રીન કવર ખતમ થવા તરફ છે અને શહેર કોંક્રિટનું જંગલ બની ગયું છે. ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે ફ્લાયઓવર એ ઉકેલ નથી.

| Edited By: | Updated on: Jul 29, 2024 | 7:30 PM

અમદાવાદમાં પાંજરાપોળથી IIM સુધી બની રહેલો ઓવરબ્રિજ હાલ વિવાદમાં આવ્યો છે. આ બ્રિજની કામગીરીમાં અનેક વૃક્ષોના કપાતને અમદાવાદના નાગરિકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. જેમા ઓવરબ્રિજ બનાવવા 4 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે. વિવાદી ખાનગી કંપની રણજીત બિલ્ડકોનને કામ આપવામાં આવ્યુ છે. આ કંપનીએ બનાવેલો એક બ્રિજ પહેલા જ ધરાશાયી થઈ ચુક્યો છે.  પાંજરાપોળથી IIM સુધી બની રહેલો ઓવરબ્રિજ હાલના બ્રિજથી 275 મીટર દૂર જ અન્ય બ્રિજ બનાવવાનું આયોજન છે. અરજદારોએ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યુ કે બ્રિજ બનશે તો ફાયરના વાહનોને પણ અવરજવરમાં તકલિફ પડશે. હાલ આ જાહેરહિતની અરજીને કોર્ટે માન્ય રાખી છે.

બીજી તરફ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અમદાવાદમાં થતા અકસ્માતો અંગે પણ ચિંતા વ્યક્તિ કરી. ચીફ જસ્ટિસે એસ. જી. હાઇવે પર થતાં અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે આ માર્ગ એવો છે જ્યાં મે પોતે યુવાનનો મૃતદેહ જોયો છે. શહેરમાં રોજે રોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે, મારા ધ્યાને એ વાત પણ આવી છે કે લોકો હેલ્મેટ પહેરતા નથી. પૂરપાટ ઝડપે લોકો પસાર થાય છે અને આ ખૂબ ગંભીર સમસ્યા છે. વધુમાં તેમણે ઓવરબ્રિજની કામગીરીમાં થતા વૃક્ષછેદન અંગે પણ ટકોર કરી કે શહેરમાં ગ્રીન કવર ખતમ થવા તરફ છે. શહેર કોંક્રિટનું જંગલ બની ગયું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે, પરંતુ ફ્લાય ઓવર એ શોર્ટ ટર્મ પ્લાન છે, ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા તંત્ર પાસે કોઈ ચોક્કસ પ્લાન નથી. એસ. જી. હાઇવે પર જ્યાં શહેરમાં જવાના રસ્તા છે તે ખૂબ જ ભયાનક છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:29 pm, Mon, 29 July 24