Gujarati Video : અમદાવાદના ઈસનપુરમાં બનેલા રોડને લઈ વિવાદ, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને કર્યો ખુલાસો
અમદાવાદના ઇસનપુરમાં ડેપ્યુટી ચેરમેનના ઘર પાસે બનેલા રસ્તાને લઈ મોટો વિવાદ થયો છે. આલોક પુષ્પક બંગલોમાં વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ બનતા વિવાદ સર્જાયો છે.
Ahmedabad : અમદાવાદના ઇસનપુરમાં ડેપ્યુટી ચેરમેનના ઘર પાસે બનેલા રસ્તાને લઈ મોટો વિવાદ થયો છે. આલોક પુષ્પક બંગલોમાં વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ બનતા વિવાદ સર્જાયો છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉભી થતા વ્હાઈટ ટોપીંગ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
આ પણ વાંચો : Ahmedabad : રાજ્યમાં 600થી વધુ કેન્દ્રો પર યોજાઈ TATની પ્રિલીમ પરીક્ષા, 1.65 લાખથી વધુ ઉમેદવારોની કસોટી
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના શંકર ચૌધરી ડેપ્યુટી ચેરમેન બન્યા તે પહેલા રસ્તો બનાવવા માટે દરખાસ્ત કરી હતી. દોઢથી બે કરોડના ખર્ચે 400 મીટરનો વાઈટ ટોપીંગ રસ્તો ડ્રેનેજ સિસ્ટમ સાથે બનાવાયો છે. રસ્તો બનાવાયા બાદ વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થઈ હતી.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને કર્યો ખુલાસો
વ્હાઈટ ટોપીંગ રસ્તા અંગે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન શંકર ચૌધરીએ ખુલાસો કર્યો છે. કોઈ સોસાયટી કે બંગલાનો રસ્તો નથી. પરંતુ ટીપીમાં બનાવવામાં આવેલો રસ્તો છે. વધુમાં ડેપ્યુટી ચેરમેને કહ્યું, અમદાવાદમાં અન્ય જગ્યા પર પણ વાઈટ ટોપિંગ આરસીસી રોડની કામગીરી ચાલુ છે.
મ્યુનિસિપલ કમિશનરના આદેશ પ્રમાણે દરેક વોર્ડમાં બે સ્થળ પર વાઈટ ટોપીંગ રોડ બનશે. અંગત દરખાસ્તમાં રોડ બનાવાયો નથી. જ્યારે મણિનગર અને લાંભામાં પણ વ્હાઈટ ટોપીંગ આરસીસી રોડ બનશે. વરસાદી પાણી ભરાય તેવા સ્થળોની નિરીક્ષણ કરીને પહેલી પસંદગી કરાશે. વાઈટ ટોપીંગ આરસીસી રોડનું આયુષ્ય 25 વર્ષનું હોવાથી વ્હાઈટ ટોપીંગ રોડની પસંદગી કરાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો