AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં સંડોવાયેલા કોન્સ્ટેબલોની 10 વર્ષ સુધી બદલી થઈ ન હતી,  શું કોઈ મોટા માથાઓના હતા આશીર્વાદ?

Video : ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં સંડોવાયેલા કોન્સ્ટેબલોની 10 વર્ષ સુધી બદલી થઈ ન હતી, શું કોઈ મોટા માથાઓના હતા આશીર્વાદ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 1:19 PM
Share

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ આ સંવેદનશીલ મામલાની તપાસ કરી રહ્યાં છે. જાસૂસીકાંડમાં સંડોવાયેલા પોલસીકર્મીએ પોલીસકર્મીએ પોતાના  ગામમાં ગણતરીના સમયમાં ઉભા કરેલા મકાનની પણ તપાસ થશે. 

ગુજરાત  પોલીસના જાસૂસીકાંડમાં તપાસ જેમ – જેમ આગળ વધતી જાય છે તેમતેમ ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. કૌભાંડમાં ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતની પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરો સુધી પહોંચતા હતા. અધિકારીઓની અગાઉથી માહિતી મળી જતી હોવાથી બુટલેગર બેફામરીતે દારૂનો વેપલો ચલાવતા હતા. આ બે કર્મચારીઓની મદદથી બોબડો અને ચકો નામના બુટલેગર દક્ષિણ  અને માધ્ય ગુજરાતમાં પોતાનું નેટવર્ક ચલાવતા હતા. બુટલેગર જાસૂસીના બદલામાં પોલીસકર્મીઓને મહિને 1લાખ રૂપિયા હપ્તો આપતા હોવાની હકીકત સામે આવી છે. ટેકનીકલ સર્વેલન્સના કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

10 વર્ષ સુધી કેમ બદલી ન થઇ?

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ આ સંવેદનશીલ મામલાની તપાસ કરી રહ્યાં છે. જાસૂસીકાંડમાં સંડોવાયેલા પોલસીકર્મીએ પોલીસકર્મીએ પોતાના  ગામમાં ગણતરીના સમયમાં ઉભા કરેલા મકાનની પણ તપાસ થશે.  પોલીસને એક વર્ષ અગાઉથી આ કૌભાંડ ચાલતું હોવાના સંકેત મળ્યા છે જયારે આ કૌભાંડ 3 વર્ષ આસપાસથી ચારવામાં આવી રહ્યું હોવાની શંકા પણ છે. અશોક અને મયુર 10 વર્ષથી એકજ ટેબલ ઉપર કામ કરતા હતા. આ બંનેની આટલા લાંબા સમયથી બદલી ન થવી પણ ઘણા પ્રશ્નાર્થ ઉભા કરે છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ કંપની પાસેથી લોકેશન મંગાવવા માટે ઉપરી અધિકારીઓની સૂચના જરૂરી હોય છે પણ એક દાયકાથી એકજ જગાએ ચીટકીને બેઠેલા પોલીસકર્મીઓએ એવા સંબંધ કેળવી લીધા હતા કે મોબાઈલ કંપનીઓએ અશોક અને મયુર દ્વારા માંગવામાં આવતી વિગત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ માંગી હોવાનું સ્વીકારી ખરાઈ કર્યા વિના સંવેનદનશીલ વિગતો આપવા મંડી હતી. કોઈની પુછપરછકે રોકટોક ન હોવાથી આ ડેટા બુટલેગરોને વેચી જાસૂસી કૌભાંડ આચરવા માંડ્યું હતું.

Published on: Jan 25, 2023 01:15 PM
g clip-path="url(#clip0_868_265)">