જેલમાં સુરંગ કાંડ બાદ ગુજરાતના પોલીસ બેડામાં જાસુસીની આગથી ખળભળાટ, પોલીસો જ કરતા હતા પોલીસની જાસુસી, લોકેશન કાઢયાંનો ઘટસ્ફોટ બાદ ખાતાકીય તપાસ શરુ

જેલમાં સુરંગ કાંડ બાદ ગુજરાતના પોલીસ બેડામાં જાસુસીની આગથી ખળભળાટ, પોલીસો જ કરતા હતા પોલીસની જાસુસી, લોકેશન કાઢયાંનો ઘટસ્ફોટ બાદ ખાતાકીય તપાસ શરુ

| Updated on: Jan 19, 2023 | 2:50 PM

કેટલાક ચોક્કસ બુટલેગરોની બાતમી સતત નિષ્ફ્ળ જતા આંતરિક તપાસમાં જાસૂસી કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ કૌભાંડમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. મામલામાં ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

ગુજરાત પોલીસમાં પોલીસ અધિકારીઓના જાસૂસી કૌભાંડની તપાસ ચાલી રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તપાસનો ધમધમાટ તેજ છે પણ આખા મામલે હજુ સુધી ગુજરાત પોલીસ કે ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું નથી જોકે ટેક્નિકલ સર્વેલન્સ વિભાગના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ પોલીસકર્મીઓ ગુજરાતના મોટા માથા ગણાતા પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હતા. કેટલાક ચોક્કસ બુટલેગરોની બાતમી સતત નિષ્ફ્ળ જતા આંતરિક તપાસમાં જાસૂસી કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ કૌભાંડમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. મામલામાં ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

 

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સના કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકીની આખા કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. આ પોલીસકર્મીઓ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતા બોબડા નામના બુટલેગરને  પોલીસ અધિકારીઓના લોકેશન આપી સાવચેત રાખતા હતા. પોલીસકર્મીઓએ બુટલેગર માટે રાજ્યના પોલીસ વડાની બ્રાન્ચગણાતી  એવી  સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ અને કર્મચારીઓના લોકેશન બુટલેગરોને આપ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આ બે પોલસીકર્મીઓએ જાસૂસી માટે 600 થી 700 વખત પોલીસ અધિકારીઓના મોબાઈલ લોકેશન કાઢ્યા હતા. લાંબા સમયથી પોલીસ નિષ્ફ્ળ જતા ઉચ્ચ અધિકારીઓએ આંતરિક અને ગુપ્ત તપાસ શરૂ કરી હતી જેમાં આ બે પોલીસકર્મીઓનો ભાંડો ફૂટ્યો હતો.

Published on: Jan 19, 2023 01:45 PM
g clip-path="url(#clip0_868_265)">