Rajkot News : સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં જોવા મળી બદલાની રાજનીતી, જુઓ Video

|

Jul 10, 2024 | 1:37 PM

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં હવે બદલાની રાજનિતી પણ જોવા મળી છે. ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી.

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીતયુદ્ધમાં હવે બદલાની રાજનિતી પણ જોવા મળી છે.

ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી. રાદડિયાએ નરેશ પટેલના નજીકના દિનેશ કુંભાણીના ફર્ટીલાઇઝરની સપ્લાઇ બંધ કરાવી દીધી હોવાનું સામે આવ્યુ છે.જેના પગલે દિનેશ કુંભાણીને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે.

મળતી માહિતી અનુસાર દિનેશ કુંભાણી દ્વારા જયેશ રાદડિયાને મનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. જેના પગલે જામકંડોરણામાં એક બેઠક મળી હતી.પરંતુ આ બેઠક નિષ્ફળ થઈ હતી.

રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં નર્મદા બાયોટેક ફર્ટીલાઇઝરની સપ્લાઇ બંધ કરાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રાદડિયા રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં વર્ચસ્વ ધરાવે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે 2017થી શીતયુદ્ધ ચાલી રહ્યું છે.

 

Next Video