બળાપો કાઢનાર કોંગ્રેસના ઠાકરશી રબારીના બદલાયા સૂર, ગુલાબસિંહને ગણાવ્યા નાના ભાઈ- Video

બળાપો કાઢનાર કોંગ્રેસના ઠાકરશી રબારીના બદલાયા સૂર, ગુલાબસિંહને ગણાવ્યા નાના ભાઈ- Video

| Edited By: | Updated on: Oct 25, 2024 | 8:36 PM

બનાસકાંઠાના વાવ બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા છે અને ગુલાબસિંહે તેમની ઉમેદવારી પણ નોંધાવી છે ત્યારે અગાઉ બળાપો કાઢનારા ઠાકરશી રબારીના સૂર હવે બદલાયા છે.

બનાસકાંઠા કોંગ્રેસમાં બળાપો કરનારા ઠાકરશી રબારીના સૂર હવે બદલાયા છે. વાવ બેઠક પરથી કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ઠાકરશી રબારીએ ગુલાબસિંહને પોતાના નાના ભાઈ ગણાવ્યા છે. ઠાકરશી રબારીએ કહ્યુ કે રણ મેદાનમાં નીકળ્યા પછી ગુલાબસિંહનો સારથી બનીશ. ગુલાબ બની કાર્યકરો મહેનત કરજો. કાવાદાવા આવશે પણ ગભરાયા વિના લડો.

ઉલ્લેખનીય છે, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર નક્કી થયા પહેલા કોંગ્રેસમાં ડખા સામે આવ્યા હતા. ગુલાબસિંહ રાજપૂતનું નામ ઉમેદવાર તરીકે નક્કી થતા ઠાકરશી રબારીએ બળાપો ઠાલવ્યો હતો. જો કે હવે તેમના સૂર બદલાયા છે અને ગુલાબસિંહના સારથી બનીને ચૂંટણી કામગીરી કરવાની વાત કરી છે. સાથે કાર્યકરોને પણ મન લગાવીને મહેનત કરવા હાકલ કરી છે.

Input Credit- Atul Trivedi- Banaskantha

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો