AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DELHI : GST અંગે કાપડમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, સુરતના ટેકસટાઇલ એસોસિએશનોને આમંત્રણ ન અપાયું

DELHI : GST અંગે કાપડમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, સુરતના ટેકસટાઇલ એસોસિએશનોને આમંત્રણ ન અપાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 10:57 AM
Share

GST on Textile : સરકાર દ્વારા કાપડ પર GSTનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 1લી જાન્યુઆરી 2022થી તેનો અમલ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

DELHI : આજે દિલ્હીમાં GSTને લઇ કાપડમંત્રીની અધ્યક્ષમાં બેઠક મળશે.કેન્દ્રિય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ પર વધારવામાં આવેલા GSTના દરને લઇ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ મીટિંગમાં સુરતમાંથી માત્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. અન્ય સ્ટેક હોલ્ટર એટલે કે એસોસિએશનોને આમંત્રણ આપવામાં નહીં આવતા નારાજગી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા કાપડ પર GSTનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 1લી જાન્યુઆરી 2022થી તેનો અમલ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. GSTના નવા દરના અમલીકરણ પૂર્વે કાપડ મંત્રાલય દ્વારા દેશના જુદા જુદા સંગઠનો સાથે એક બેઠક યોજાઇ રહી છે.

ટેક્સટાઇલમાં મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં 5 ટકાને બદલે 12 ટકાનો GST સ્લેબ 1 લી જાન્યુઆરી 2022થી લાગુ કરવામાં આવતા ગુજરાત , મહારાષ્ટ્ર અને તામિલનાડુના ટેક્સટાઇલ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે . કોટન અને સિલ્ક પર પણ 12 ટકાનો GST દર લાગુ કરવામાં આવતા દક્ષિણ ભારતના રાજયોમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન ચાલી રહ્યા છે .

5 રાજયોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતો પછી હવે સરકાર કાપડના વેપારીઓ અને ઉત્પાદકોને નારાજ કરવા માંગતી નહીં હોઇ તેવા સંકેત મળી રહ્યા છે. કાપડ પર 5 ટકાને બદલે 12 ટકા GSTનો સ્લેબ લાગુ કરાતા દેશભરના વેપારી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેને લીધે કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આજે 21 રાજયોના ટેક્સટાઇલ સંગઠનો અને સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનના સ્ટેક હોલ્ડરોની નવી દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવી છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : OMICRON : ગુજરાતના પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો

 

g clip-path="url(#clip0_868_265)">