મોબાઈલ નોતરશે બીમારી! અનેક લોકો બની રહ્યા છે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના શિકાર, જુઓ વીડિયો

મોબાઈલ નોતરશે બીમારી! અનેક લોકો બની રહ્યા છે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના શિકાર, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 8:24 PM

હાલના સમયમાં મોબાઈલનો ઉપયોગ લોકોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે આ મોબાઈલના કારણે લોકોમાં નવી બીમારી અંગે ચિંતા વધી છે. ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ જેમાં મોબાઇલના વધુ પડતાં ઉપયોગને કારણે પીઠ, ગરદન અને ખભામાં સામાન્યથી ગંભીર દુઃખાવો થાય છે. આ સાથે ગરદનને આગળની તરફ લઈ જતી વખતે દુઃખાવો થવો જેવા અનેક લક્ષણો આ ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના લક્ષણો છે. જેના થી સાવધાની એક માત્ર ઉપાય છે.

જો તમે પણ વધુ ફોનનો ઉપયોગ કરો છો તો ચેતી જજો. કલાકો સુધી ફોન અને લેપટોપ વાપરનારાઓએ સાવધાન થવાની જરૂર છે. જો ગરદનમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તમે બીમારીના શિકાર છો. દરરોજ 5થી 6 કલાક મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમે ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના શિકાર બની શકો છો.

ગરદન, ખભા, પીઠમાં દુઃખાવો જો આ તકલીફો છે. તો ચેતી જજો અને ફોન તો બાજુ પર જ મુકી દેજો છેલ્લા એક વર્ષથી ગરદનની નવી બીમારીનું આગમન થયું છે. તેનું કારણ મોબાઈલ અને લેપટોપનો વધુ વપરાશ છે. ગરદન 15 ડિગ્રી જેટલી નીચે નમાવતા હાડકા ઉપર ત્રણ ગણું વધુ વજન આવે છે અને ગરદનનો દુઃખાવો વધી રહ્યો છે. આ દુઃખાવો લાંબાગાળે લોકોને પરેશાન કરે છે અને કરોડરજ્જુની સમસ્યાઓ વધી રહી છે. એક રાષ્ટ્રીય સર્વે મુજબ 56 ટકા લોકો ગરદનની નાની-મોટી સમસ્યાઓથી પીડાય છે અને તેમાં 5 વર્ષના બાળક સુધીના દર્દીઓ છે.

ટેક્સ્ટ નેક સિન્ડ્રોમના લક્ષણ

  • આમાં પીઠ, ગરદન અને ખભામાં સામાન્યથી ગંભીર દુઃખાવો મુખ્ય લક્ષણ છે.
  • આ સાથે માથામાં પણ ખૂબ દુઃખાવો થવો.
  • ગરદનને આગળની તરફ લઈ જતી વખતે દુઃખાવો થવો.
  • પીઠના ઉપરના ભાગ અને ખભા જકડાઈ જવા.
  • હાથમાં ઝણઝણાટી અને સુન્ન થઈ જવાનો અનુભવ.

આ લક્ષણો મોટાભાગના લોકોને હોઈ શકે છે. જેને દૂર કરવા કેટલીક કસરતો કારગર સાબિત થઈ શકે છે.

Text neck Signs Symptoms and What You Can Do

આ તમામ તકલીફો દૂર કરવા કેટલીક સામાન્ય કસરતો અને યોગ સૌથી વધુ ફાયદો કરાવી શકે છે.

  • ગરદનની તકલીફવાળા લોકોએ નિયમિત યોગ કરવો જોઈએ.
  • આ સાથે મોબાઈલનો ઉપયોગ પણ ઘટાડવો જોઈએ..
  • મોબાઈલને પણ ઉપયોગ દરમિયાન નજર સામે સીધો રાખવો.
  • ટટ્ટાર બેસવાની આદત આ બીમારીમાં રાહત આપી શકે.
  • લેપટોપને ગરદનના લેવલ પર રાખીનો ઉપયોગ કરવો જોઈએ.
  • નેક રોટેશન, શોલ્ડર રોટેશન, ટ્વીસ્ટિંગ જેવી કસરતો કરવી.
  • યોગ માટે ફાળવેલી દરરોજની 10થી 15 મિનિટ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં ખૂબ મદદ કરી શકે છે.

આ પણ વાંચો : શું વાઈના હુમલા વારંવાર આવે છે? હોઈ શકે છે મગજમાં ગાંઠના લક્ષણ, જાણો શું છે સારવાર

હેલ્થ  અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">