Breaking News : ગુજરાત ATS એ પકડેલા આતંકીને સાબરમતી જેલમાં અન્ય કેદીઓએ ધોઈ નાખ્યો
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રખાયેલા આતંકવાદી અહેમદ સૈયદ ઉપર અન્ય ત્રણ કેદીઓએ હુમલો કરીને ઈજા પહોચાડી છે. ઈજા પામેલા અહેમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા તેના મ્હો અને શરીરના ભાગો ઉપર ઈજા થઈ હોવાનું જણાવતા તબીબોએ સારવાર કરી હતી.
ગુજરાત એટીએસે, અડાલજ ખાતેથી પકડેલા આતંકવાદીઓના પોલીસ રિમાન્ડ પૂરા થતા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા હતા. આ દરમિયાન સેન્ટ્રલ જેલમાં કેટલાક કેદીઓએ ભેગા થઈને, આતંકી અહેમદ સૈયદ ઉપર હુમલો કર્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા અન્ય કેદીઓએ માર મારતા આતંકવાદી અહેમદ સૈયદને મ્હો અને શરીરના અન્ય ભાગો પર ઈજા થઈ હતી.
ગુજરાત એટીએસ દ્વારા અડાલજ ખાતેથી ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા. આ આતંકવાદીઓના રિમાન્ડ પૂરા થતા ગઈકાલે ત્રણેય આરોપીઓને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આજે ત્રણ આતંકવાદી પૈકી આતંકી અહેમદ સૈયદ ઉપર કેટલાક કેદીઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો. કેદીઓએ કરેલા હુમલાથી, આતંકી અહેમદ સૈયદના મ્હોં ઉપર અને શરીરના અન્ય ભાગમાં ઈજા થવા પામી હતી. સેન્ટ્રલ જેલમાં કેદીઓ ઉપર કરાયેલા હુમલાની જાણ થતા જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસ સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી હતી.
એટીએસ અને રાણીપ પોલીસે, આતંકી અહેમદ સૈયદને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા ફરજ પરના તબીબોએ તેની સારવાર કરી હતી. સારવાર બાદ, આતંકી અહેમદ સૈયદને પાછો સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. આતંકી અહેમદ સૈયદને કોણે કેમ માર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે અહેમદ સૈયદને પુછતા હુમલો કોણે અને કેમ કર્યો તે જાણતો ના હોવાનું જણાવ્યું હતું.
