Rajkot : ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ વ્યાજખોરોના ચુંગાલમાંથી કરોડોની મિલકત મુક્ત, હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને અપાયો ન્યાય, જુઓ Video

| Edited By: | Updated on: Jan 07, 2026 | 10:16 AM

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને મોટી રાહત મળી છે. ગૃહ વિભાગની ત્વરિત કાર્યવાહીથી નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરોડોની મિલકતો મૂળ માલિકોને પરત સોંપવામાં આવી.

રાજકોટના ભાયાવદર ખાતે એક ગંભીર કેસમાં વ્યાજખોરે એક ખેડૂતની 18 વિઘા જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો હતો. જેની બજાર કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા થાય છે. વ્યાજખોરની ધાક-ધમકી અને માનસિક ત્રાસને કારણે ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો અને ઘર છોડીને નીકળી ગયો હતો. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી કરી વ્યાજખોર સામે કડક પગલાં લઈ જમીન મુક્ત કરાવી અને ખેડૂતને ન્યાય અપાવ્યો.

મકાનના દસ્તાવેજ વ્યાજખોર પાસેથી મુક્ત કરાવ્યા

આ સાથે બે અન્ય કેસમાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી. એક કેસમાં મોંઘીદાટ કાર અને અન્ય કેસમાં મકાનના દસ્તાવેજ વ્યાજખોર પાસેથી મુક્ત કરાવી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા.  ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર પીડિતોના પ્રશ્નો ગંભીરતાથી સાંભળી રહી છે અને ઝડપી ન્યાય અપાવી રહી છે. આ કાર્યવાહીએ વ્યાજખોરોને કડક સંદેશ આપ્યો છે અને પીડિતો માટે આશાનો દીવો પ્રગટાવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 07, 2026 10:14 AM