ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, 17 જાન્યુઆરીથી કડકડતી ઠંડીમાંથી રાહત મળશે

નોંધનીય છેકે આ વરસે ગુજરાતમાં અસહ્ય ઠંડી વધી છે. અને, તેમાં પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનું જોર વધારે જોવા મળ્યું હતું. આ સાથે રાજયભરમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે મકરસંક્રાતિ બાદ હવે ઠંડીમાં ઘટાડો નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:35 PM

Gujarat : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું (Cold) જોર યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને (Cold Wave) કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 4.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જો કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો વધતાં ઠંડીમાં ઘટાડો થવાની વકી હવામાન વિભાગે (Meteorological Department) વ્યક્ત કરી છે.

નોંધનીય છેકે આ વરસે ગુજરાતમાં અસહ્ય ઠંડી વધી છે. અને, તેમાં પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનું જોર વધારે જોવા મળ્યું હતું. આ સાથે રાજયભરમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે મકરસંક્રાતિ બાદ હવે ઠંડીમાં ઘટાડો નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન કચે૨ીનાં જણાવ્યા મુજબ આગામી 3 થી 4 દિવસ દ૨મ્યાન, સૌ૨ાષ્ટ્ર-કચ્છ અને ૨ાજયમાં ક્રમશ: લઘુતમ અને મહતમ તાપમાનમાં વધા૨ો થશે અને ઠંડીમાં ઘટાડો થશે લઘુતમ અને મહતમ તાપમાનમાં ક્રમશ: 2 થી 4 ડીગ્રી સુધીનો વધા૨ો થશે.આગામી તા.19 સુધી બન્ને તાપમાનમાં વધા૨ો થતો ૨હેશે.વધુમાં હવામાન કચે૨ીનાં જણાવ્યા મુજબ તા.16 અને 18 નાં ૨ોજ ઉપ૨ા-ઉપ૨ી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે આથી ગુજ૨ાતમાં માવઠાની શક્યતા નથી.

આ પણ વાંચો : Kheda : કોરોનાને કારણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી રદ્દ કરાઇ

આ પણ વાંચો : SURAT: યોજાયેલા અનોખા ગૌ વિવાહમાં લોકોને કોરોનાની કોઈ ગાઈડલાઈન નડી નહિ, હજારો લોકોએ લીધો ભાગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">