ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે કાતિલ ઠંડી (cold)નો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યના 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. 4.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ગાંધીનગરમાં પણ 4.8 ડિગ્રી તાપમાનમાં લોકો ઠરી ગયા છે તો અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 1.1 ડિગ્રી સુધી ગગડ્યો છે. રાજ્યમાં હજુ પણ 2 દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે
ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે.
ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડે લોકોને થીજવી દીધા હતા અને લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે. ત્યારબાદ કમોસમી વરસાદે ફરીથી વાતાવરણને બદલી નાખ્યુ. હવે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.
આ પણ વાંચો- On This Day: 2001માં ગુજરાતના ભુજમાં ધરા ધ્રુજી હતી, હજારો લોકોના થયા હતા મૃત્યુ, જાણો 26 જાન્યુઆરીનો ઈતિહાસ
આ પણ વાંચો- Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?
Published On - 9:54 am, Wed, 26 January 22